Jeremiah 12:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જંગલમાની સર્વ ઉજ્જડ ટેકરીઓ પર નાશ કરનારા ચઢી આવ્યા છે. કેમ કે યહોવાહની તરવાર દેશના એક છેડાથી બીજા છેડા સુધી ખાઈ જાય છે. પ્રાણી માત્રને શાંતિ નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વેરાનપ્રદેશના ઉચ્ચપ્રદેશમાં થઈને વિનાશકો ચઢી આવ્યા છે. સમગ્ર દેશનો નાશ કરવા મેં યુદ્ધ લાદયું છે અને કોઈ કહેતાં કોઈને શાંતિ નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વગડાની સર્વ બોડી ટેકરીઓ પર નાશ કરનારા ચઢી આવ્યા છે, કેમ કે યહોવાની તરવાર દેશને એક છેડાથી બીજા છેડા સુધી ખાઈ જાય છે. પ્રાણીમાત્રને શાંતિ નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વગડાના ઉજ્જડ ટેકરાઓ પર થઇને ધાડપાડુઓના ધાડાં ધસી આવ્યા છે. કારણ કે મારી તરવાર બધું ભરખી રહી છે. દેશનાં આ છેડાથી પેલા છેડા સુધી બધાના જીવને અશાંતિ છે.