Jeremiah 12:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે તેઓને રોપો છો અને તેઓનાં મૂળ ઊંડાં જાય છે. વળી તેઓ ફળ આપે છે. તમે તેઓના મોમાં છો. પણ તેઓના હૃદયથી તમે દૂર છો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે તેમને રોપો છો, અને તેઓ જડ નાખે છે, તેઓ વૃદ્ધિ પામીને ફળવંત થાય છે. તેમને મુખે તમારું નામ હોય છે, પણ તેમના મનથી તમે દૂર હો છો!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમે તેઓને રોપ્યા છે. વળી તેઓની જડ બાઝી છે. તેઓ વધે છે, વળી ફળ આપે છે. તમે તેઓનાં મોંમા છો, પણ તેઓનાં મનથી તમે દૂર છો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે તેઓને રોપો છો, તેઓનાં મૂળ ઊંડા જાય છે. અને તેઓનો વેપાર વધતો જાય છે, તેઓ ઘણો નફો કરે છે. અને ધનવાન થાય છે. તેઓ કહે છે, “દેવની કૃપાથી!” સાચા હૃદયથી તેઓ તમારો આભાર માનતા નથી.