Jeremiah 13:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે યહોવાહ કહે છે, જેમ કમરબંધ માણસની કમરે વળગી રહે છે, તેમ ઇઝરાયલના અને યહૂદિયાના બધા લોકોને મેં મારી કમરે વીંટાળ્યા છે, જેથી તેઓ મારા લોકો, મારું નામ, મારી પ્રશંસા તથા મારું ભૂષણ થાય, પણ તેઓએ મારું સાંભળ્યું નહિ.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જેમ કમરે બાંધવાનું વસ્ત્ર માણસની કમરે વીંટળાઈ રહે છે તેમ ઇઝરાયલ અને યહૂદિયાની સમગ્ર પ્રજાને મેં મારી કમરે વીંટાળી હતી; જેથી તેઓ મારા લોક બને અને તેઓ મારી કીર્તિ, મારી પ્રશંસા અને મારો મહિમા થાય, પણ તેમણે મારું સાંભળ્યું નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે યહોવા કહે છે કે, જેમ કમરબંધ માણસની કમરને વળગી રહે છે, તેમ ઇઝરાયલ તથા યહૂદાના આખા વંશને મેં મારી કમરે વળગાડયો છે; જેથી તેઓ મારા લોકો, મારું નામ, મારી પ્રશંસા તથા મારું ભૂષણ થાય; પણ તેઓએ માન્યું નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા કહે છે, “જેમ કમરબંધ માણસની કમરે વળગી રહે, તેમ ઇસ્રાએલના અને યહૂદિયાના બધા લોકોને મેં મારી આસપાસ વીંટાળ્યા હતા, જેથી તેઓ મારા લોકો બની શકે અને મારી કીર્તિ થાય, મારા નામનું ગૌરવ વધે; પણ તેમણે મારું સાંભળ્યું નહિ.”