Jeremiah 13:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઘણા દિવસો વીત્યા પછી, યહોવાહે મને કહ્યું, "ઊઠ અને ફ્રાત નદીએ જા. અને મેં તને જે કમરબંધ સંતાડવા આજ્ઞા આપી હતી તે ત્યાંથી લઈ આવ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઘણા દિવસ પછી પ્રભુએ મને યુફ્રેટિસ નદીએ જઈને ત્યાં સંતાડેલું કમરે બાંધવાનું વસ્ત્ર પાછું લઈ આવવા કહ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઘણા દિવસ વીત્યા પછી યહોવાએ મને કહ્યું, “તું ઊઠીને ફ્રાત પાસે જા, ને જે કમરબંધ ત્યાં સંતાડવાની મેં તને આજ્ઞા આપી હતી, તે ત્યાંથી લઈ લે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઘણા દિવસો વીત્યા પછી યહોવાએ મને કહ્યું, “એકદમ ફ્રાત નદીએ જા અને મેં તને કમરબંધ સંતાડવા કહ્યો હતો તે પાછો લઇ આવ.”