Jeremiah 14:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ મેં કહ્યું, ''અરે મારા પ્રભુ યહોવાહ! જુઓ! પ્રબોધકો તો તેઓને કહે છે કે, તમે તરવાર જોશો નહિ કે દુકાળ વેઠવો નહિ પડે. કેમ કે આ દેશમાં હું તમને સદા શાંતિ આપીશ,"'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી મેં કહ્યું, “અરેરે, હે પ્રભુ પરમેશ્વર, બીજા સંદેશવાહકો તેમને કહ્યા કરે છે કે, ‘તમે યુદ્ધ જોશો નહિ અને દુકાળનો ભોગ થઈ પડશો નહિ, કારણ ઈશ્વર તમને આ દેશમાં કાયમી આબાદી બક્ષશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે મેં કહ્યું, “અરે, પ્રભુ યહોવા! પ્રબોધકો તેઓને કહે છે, ‘તમે તરવાર જોશો નહિ, ને દુકાળ તમારા પર આવશે નહિ, કેમ કે આ સ્થળે હું તમને ખરેખરી શાંતિ આપીશ.’”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ મેં કહ્યું, “અરે મારા પ્રભુ યહોવા, અહીયાં પ્રબોધકો તો તેમને એમ કહે છે કે, ‘તમારે યુદ્ધ જોવું નહિ પડે કે દુકાળ વેઠવો નહિ પડે. આ દેશમાં સદા શાંતિ અને સલામતી રહેશે.’”