Jeremiah 14:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારા નામની ખાતર, અમારો ત્યાગ ના કરશો! તમારા પ્રતાપી સિંહાસનનું અપમાન ન કરશો. અમારી સાથેના તમારા કરારનું સ્મરણ કરો, તેનો ભંગ કરશો નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારા નામની ખાતર અમને તરછોડશો નહિ. તમારા ગૌરવી રાજ્યાસન સમાન યરુશાલેમને અપમાનિત કરશો નહિ. અમારી સાથેનો તમારો કરાર યાદ કરો અને એને તોડશો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમારા નામની ખાતર અમને ન ધિક્કારો. તમારા પ્રતાપી સિંહાસનનું અપમાન ન કરો; અમારી સાથેના તમારા કરારનું સ્મરણ કરો, તેને તોડશો નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તારા નામની ખાતર અમારો ત્યાગ ના કરીશ, તારા ગૌરવ પ્રતાપી સિંહાસન યરૂશાલેમને બેઆબરૂ ના કરીશ. અમારી સાથેના તારા કરારનું સ્મરણ કર, તેનો ભંગ કરીશ નહિ.