Jeremiah 14:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ભૂમિમાં તિરાડો પડી છે, વરસાદ વિના ધરતી સુકાઈ ગઈ છે. ખેડૂતો હેબતાઈ ગયા છે. તેઓ પોતાનાં માથાં છુપાવે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વરસાદ પડયો નથી અને જમીન સુકાઈને ફાટી ગઈ છે, તેથી ખેડૂતો નિરાશ થઈ ગયા છે; અને દુ:ખમાં પોતાનાં મુખ ઢાંકે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ભૂમિમાં ફાટો પડી ગઈ છે, કેમ કે દેશમાં વરસાદ પડયો નથી, તેથી ખેડૂતો લજવાયા છે, તેઓ પોતાનાં માથાં ઢાંકે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વરસાદ વિના ધરતી સુકાઇ ગઇ છે. અને તેમાં તિરાડો પડી છે. ખેડૂતો હેબતાઇ ગયા છે. તેઓ પોતાનાં ચેહરા છુપાવે છે.