Jeremiah 14:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જંગલનાં ગધેડાં ઉજ્જડ ટેકરા પર ઊભાં રહીને શિયાળવાની જેમ હવાને માટે હાંફે છે. તેમની આંખે અંધારાં આવે છે. કારણ કે, તેઓને ખાવા માટે ઘાસ નથી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જંગલી ગધેડા ઉજ્જડ ટેકરી પર ઊભા રહીને શિયાળવાની માફક હાંફે છે; ઘાસચારાના અભાવે તેમની આંખો નબળી પડી ગઈ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને લીલોતરી નથી તેથી રાની ગધેડાં ઉજ્જડ ટેકરીઓ પર ઊભાં રહે છે, તેઓ શિયાળવાંની જેમ હવાને માટે હાંફે છે; તેઓની આંખે અંધારા આવે છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જંગલી ગધેડાં ઉજ્જડ ટેકરા પર ઊભાં ઊભાં શિયાળવાની જેમ હવાને માટે હાંફે છે. તેમની આંખે જાંખ વળે છે અને અંધારા આવે છે. કારણ કે, તેઓને ખાવા માટે ઘાસ નથી.”