Jeremiah 15:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે યરુશાલેમ, તારા પર કોણ દયા કરશે? કોણ તારે માટે શોક કરશે? તારી ખબર અંતર પૂછવા કોણ આવશે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ કહે છે, “હે યરુશાલેમના લોકો, તમારા પર કોણ દયા દાખવશે? તમારે માટે કોણ વિલાપ કરશે? તમારી ખબર પૂછવા કોણ ઊભું રહેશે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે હે યરુશાલેમ, તારા પર કોણ કરુણા કરશે? તારે માટે કોણ વિલાપ કરશે? અને ‘તારી શી ખબર છે’ એમ પૂછવા કોણ આવશે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા કહે છે, “કોણ તારી દયા ખાશે, હે યરૂશાલેમ? કોણ તારે માટે શોક કરશે? તારી ખબર અંતર પૂછવાની તસ્દી પણ કોણ લેશે?