Jeremiah 15:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દેશની ભાગોળોમાં મેં તેઓને સૂપડાથી ઝાટક્યા છે; મેં મારા લોકોને નિ:સંતાન તથા નષ્ટ કર્યા છે; જો તેઓ પોતાના દુષ્ટ માર્ગોમાંથી પાછા ફરશે નહિ તો હું તેમનો નાશ કરીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે તમારાં અધમ આચરણ તજયાં નહિ, તેથી મેં તમને ઊપણીને દેશનાં નગરોમાં ભૂસાની જેમ વેરી નાખ્યા, અને તમારાં સંતાનોથી તમારો વિયોગ કરાવ્યો. મેં જ મારા લોકનો વિનાશ કર્યો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દેશના દરવાજાઓમાં મેં તેઓને સૂપડાથી ઊપણ્યા છે; મેં મારા લોકોને નિસંતાન તથા નષ્ટ કર્યા છે; [કેમ કે] તેઓ પોતાના માર્ગોથી ફર્યા નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પ્રદેશના દરવાજા આગળ મેં તેઓને સૂપડાથી ઝાટક્યાં છે; મેં મારા લોકોને નિ:સંતાન તથા નષ્ટ કર્યા છે; કારણ કે તેઓએ પોતાના સર્વ દુષ્ટ માર્ગો તજીને મારા તરફ પાછા ફર્યા નથી.