Jeremiah 16:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે તું કહે જે કે, યહોવાહ કહે છે કે વિપત્તિ આવવાનું કારણ એ છે કે, 'તમારા પિતૃઓએ મારો ત્યાગ કર્યો' 'અને અન્ય દેવોની પાછળ ગયા છે. અને તેમની સેવાપૂજા કરી તેમણે મારો ત્યાગ કર્યો અને મારા નિયમશાસ્ત્રનું પાલન કર્યુ નહોતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે તું તેમને કહેજે: પ્રભુ કહે છે, કે તમારા પૂર્વજો મને તરછોડીને અન્ય દેવોને અનુસર્યા, અને તેમણે તેમની સેવાપૂજા કરી. તેમણે મારો ત્યાગ કર્યો અને મારા નિયમશાસ્ત્રના શિક્ષણનું પાલન કર્યું નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તું તેઓને કહેજે કે, યહોવા કહે છે કે, [વિપત્તિ આવવાનું] કારણ એ છે કે, તમારા પૂર્વજો મને તજીને અન્ય દેવોની પાછળ ગયા, ને તેઓની સેવા તથા આરાધના કરી, તેઓએ મારો ત્યાજ કર્યો, ને મારું નિયમશાસ્ત્ર પાળ્યું નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે તારે જવાબ આપવો; ‘કારણ, તમારા પિતૃઓએ મારો ત્યાગ કર્યો હતો,’ આ હું યહોવા બોલું છું. ‘અને બીજા દેવોને માની તેમની પૂજા કરી હતી; તેમણે મારો ત્યાગ કર્યો હતો અને મારા નિયમશાસ્ત્રનું પાલન કર્યુ નહોતું.