Jeremiah 16:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રથમ હું તેઓની પાસે તેઓનાં પાપોનો અને દુષ્ટતાનો બમણો બદલો લઈશ, કેમ કે તેઓએ મારા દેશની ભૂમિને ધિક્કારપાત્ર મૃતદેહોથી અભડાવી છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેમનાં પાપ અને તેમની દુષ્ટતા માટે હું તેમને બમણી સજા કરીશ. કારણ, તેમણે પોતાની ખૂબ ધૃણાજનક અને નિર્જીવ મૂર્તિઓથી મારા દેશને ભ્રષ્ટ કર્યો છે અને તેમની ધિક્કારપાત્ર વસ્તુઓથી મારી વારસા સમાન ભૂમિને ભરી દીધી છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પ્રથમ હું તેઓના અન્યાય તથા તેઓનાં પાપનો બમણો બદલો વાળીશ, કેમ કે તેઓએ પોતાની ધિક્કારપાત્ર વસ્તુઓનાં મુડદાં વડે મારો દેશ વટાળ્યો છે, અને તેઓની કંટાળારૂપ વસ્તુઓથી મારા વારસાને ભરપૂર કર્યો છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું તેમની પાસે તેમનાં પાપોનો અને દુષ્ટતાનો બમણો બદલો લઇશ, કારણ, તેમણે મારા દેશની ભૂમિને મુડદાં જેવી ઘૃણાસ્પદ મૂર્તિઓથી ભરી દઇને અભડાવી છે.”