Jeremiah 17:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વિશ્રામવારના દિવસે ઘરમાંથી બોજો ઉપાડી બહાર જશો નહિ અને કોઈ કામ કરશો નહિ, પણ મેં તમારા પિતૃઓને આજ્ઞા આપી હતી તેમ વિશ્રામવારના દિવસને પવિત્ર માનો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ જ પ્રમાણે તમારા ઘરોમાંથી સાબ્બાથદિને કશું બહાર લઈ જશો નહિ અને કોઈ રોજિંદું કામ કરશો નહિ. પણ સાબ્બાથદિનને પવિત્ર દિવસ તરીકે પાળો. તમારા પૂર્વજોને પણ મેં આ વિષે આજ્ઞા આપી હતી;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી સાબ્બાથને દિવસે તમારાં ઘરોમાંથી કંઈ બોજો બહાર લઈ જશો નહિ, ને કંઈ પણ કામ કરશો નહિ. પણ મેં તમારા પૂર્વજોને આજ્ઞા કરી તેમ સાબ્બાથના દિવસને પવિત્ર માનો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વિશ્રામવારના દિવસે ઘરમાંથી બોજો ઉપાડી બહાર જશો નહિ અને કોઇ કામ કરશો નહિ! તમારા પિતૃઓને મેં આજ્ઞા આપી હતી તેમ વિશ્રામવારના દિવસને પવિત્ર માનો.