Jeremiah 19:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહૂદિયાના રાજાઓ અને યરુશાલેમના રહેવાસીઓ! તમે યહોવાહનું વચન સાંભળો. સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે: "જુઓ, હું આ જગ્યા પર એવી વિપત્તિ લાવીશ કે જે કોઈ સાંભળશે તેના કાનમાં ઝણઝણાટ થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તું કહેજે, હે યહૂદિયાના રાજાઓ અને યરુશાલેમ- વાસીઓ, પ્રભુનો સંદેશ સાંભળો! ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: હું આ સ્થળ પર એવી વિપત્તિ લાવીશ કે જે કોઈ તે વિષે સાંભળશે તેના કાન ઝણઝણશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
‘યહૂદિયાના રાજાઓ તથા યરુશાલેમના રહેવાસીઓ, તમે યહોવાનું વચન સાંભળો; સૈન્યોના [ઈશ્વર] યહોવા ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જુઓ, આ સ્થળ પર હું એવી વિપત્તિ લાવીશ કે તે વિષે જે કોઈ સાંભળશે તેના કાનમાં ઝણઝણાટ થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તું એમ કહેજે, ‘સાંભળો, હે યહૂદિયાના રાજાઓ અને યરૂશાલેમના વતનીઓ! ઇસ્રાએલના દેવ સૈન્યોના દેવ યહોવાના આ વચનો છે; હું આ જગ્યા પર એવી વિપત્તિ ઉતારનાર છું કે જે કોઇ સાંભળશે તેનાં કાનમાં ગુંજ્યા કરશે.