Jeremiah 19:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પોતાના દીકરાઓને અગ્નિમાં બાળીને તેઓ બઆલની આગળ દહનાર્પણ ચઢાવે તે માટે તેઓએ બઆલનાં ઉચ્ચસ્થાનો બાંધ્યાં છે. એવું કરવાનું મેં ફરમાવ્યું નહોતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, તેમણે ત્યાં બઆલદેવની પૂજાને માટે ઉચ્ચસ્થાન બાંધ્યું છે અને તેમના પર પોતાના પુત્રોનું બઆલદેવને અગ્નિમાં બલિદાન ચઢાવ્યું છે. જો કે આ પ્રમાણે કરવાની મેં તેમને આજ્ઞા આપી નથી કે કદી એવો વિચાર સરખો મારા મનમાં આવ્યો નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પોતાના પુત્રોને અગ્નિમાં બાળીને તેઓ બાલની આગળ દહનીયાર્પણો ચઢાવે તે માટે તેઓએ બાલનાં ઉચ્ચસ્થાનો બાંધ્યા છે; એવું કરવાનું મેં ફરમાવ્યું નહોતું, ને કહ્યું નહોતું, ને એવું મારા હ્રદયમાં આવ્યું પણ નહોતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમણે બઆલ દેવને માટે યજ્ઞવેદીઓ ઊભી કરી છે. જ્યાં તેઓ પોતાનાં બાળકોની આહુતિ આપે છે. મેં કદી એવી આજ્ઞા કરી જ નથી. એવો કોઇ વિચાર પણ મારા મનમાં કદી આવ્યો જ નથી!’”