Jeremiah 19:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી હું નગરને સંપૂર્ણ તારાજ કરી નાખીશ. ત્યાંથી પસાર થનાર દરેક તે જોઈને તેની સર્વ વિપત્તિ વિષે આશ્ચર્ય પામશે. અને તેનો ફિટકાર કરશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને હું આ નગરનો એવો કરુણ અંજામ લાવીશ કે તેની પાસેથી પસાર થનાર લોકો તેની દશા જોઈને આઘાત પામશે અને હાહાકાર કરશે;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી હું આ નગરને વિસ્મય તથા ફિટકાર ઉપજાવે એવું કરીશ; જે કોઈ તેની પાસે થઈને જશે તે દરેક તેની સર્વ વિપત્તિને લીધે વિસ્મિત થશે ને તેનો ફિટકાર કરશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું યરૂશાલેમને સંપૂર્ણ તારાજ કરી નાખીશ. ત્યાંથી પસાર થનાર દરેક જોશે કે મેં તેને કેટલું ભારે નુકશાન પહોંચાડ્યું છે! અને તે આ જોઇને આશ્ચર્ય પામશે, કે મે તેનો કેવો નાશ કર્યો.