Jeremiah 2:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ થડને કહે છે "તું મારો પિતા છે," અને પથ્થરને કહે છે "તેં મને જન્મ આપ્યો છે." તમે મારી તરફ મુખ નહિ પણ પીઠ ફેરવી છે, તથાપિ તેઓ પોતાના સંકટના સમયમાં કહેશે કે, "ઊઠો અમને બચાવો"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વૃક્ષના થડને પિતા અને પથ્થરના થાંભલાને માતા કહેનાર તમે બધા લજ્જિત થશો. તમે તો મારાથી વિમુખ થયા છો અને મારી તરફ તમારી પીઠ ફેરવી છે; છતાં મુશ્કેલીમાં આવી પડશો ત્યારે પાછા તમે કહેશો ‘આવો, અમને બચાવો.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ થકને કહે છે, ‘તું મારો પિતા છે: ’ અને પથ્થરને કહે છે, ‘તેં મને જન્મ આપ્યો છે.’ તેઓએ મારી તરફ મુખ નહિ, પણ પીઠ ફેરવી છે; તોપણ તેઓ પોતાના સંકટના સમયમાં કહેશે, “તું ઊઠીને અમને તાર.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે લાકડાંની અને પથ્થરની મૂર્તિઓને કહો છો, ‘તમે અમારાં માબાપ છો.’ તમે મારી તરફ પીઠ ફેરવી છે, ‘મને તમારું મોં સુદ્ધાં બતાવતા નથી.’ પણ આફત આવે છે ત્યારે મને હાંક મારો છો, ‘યહોવા આવો, અમને બચાવો!’