Jeremiah 2:37 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારો હાથ તારે માથે રાખીને તું તેની પાસેથી નીકળી જઈશ. કેમ કે જેના પર તે વિશ્વાસ મૂક્યો હતો તેઓને યહોવાહે નાકબૂલ કર્યા છે. તેઓ તરફથી તને કોઈ મદદ મળશે નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇજિપ્ત દેશમાંથી પણ તું નિરાશામાં માથે હાથ દઈને નીકળી જઈશ. કારણ, જેમના પર તેં આધાર રાખ્યો હતો, તેમને મેં પ્રભુએ તજી દીધા છે; તેમનાથી તારું હિત થશે નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારા માથા પર તારા હાથ રાખીને તું તેની પાસેથી પણ નીકળી જઈશ, કેમ કે જેઓ પર તેં ભરોસો રાખ્યો તેઓને યહોવાએ નાકબૂલ કર્યા છે, ને તેઓથી તું સફળ થઈશ નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી તું પણ મિસરની બહાર તારો હાથ તારે માથે મુકીને આવીશ કારણ કે મેં તેઓનો અસ્વીકાર કર્યો છે જેના પર તે વિશ્વાસ મૂક્યો હતો. તેથી, તેઓ તારું ભલું નહીં કરી શકે.”