Jeremiah 21:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જુઓ, હે ખીણમાં રહેનારી, હે મેદાનમાંના ખડકમાં રહેનારી હું તારી વિરુદ્ધ છું" એમ યહોવાહ કહે છે જે કોઈ કહે છે કે, કોણ મારા પર હુમલો કરી શકે એમ છે?" "અથવા કોણ અમારાં ઘરોમાં પ્રવેશી શકે એમ છે?' તેઓની વિરુદ્ધ હું છું
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે યરુશાલેમ, તું તારી આસપાસની ખીણોની વચ્ચે વસેલું છે, અને ઊંચા સમતલ ખડક પર સ્થપાયેલું છે. તું ગર્વ કરતાં કહે છે, ‘મારા પર કોણ આક્રમણ કરવાનું છે? અથવા મારા નિવાસસ્થાનમાં કોણ પ્રવેશી શકવાનું છે?’ પણ હું તારી વિરુદ્ધ યુદ્ધ કરીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવા કહે છે, હે ખીણમાં રહેનારી, હે મેદાનમાંના ખડકમાં રહેનારી, તમે જે કહો છો, ‘અમારા પર કોણ ચઢી આવશે? અથવા અમારા ઘરોમાં આવવા [ની હિમ્મત] કોણ કરશે?’ જુઓ, હું તો તમારી વિરુદ્ધ છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“અરે, હે યરૂશાલેમ હું તારી વિરુદ્ધ થઇ ગયો છું. ખીણ પર ઝઝૂમતા ખડકની ધારે બેઠેલું તું એમ કહે છે કે, ‘કોણ મારા પર હુમલો કરી શકે એમ છે, કોણ મારા ગઢમાં પ્રવેશી શકે એમ છે’” આ યહોવાના વચન છે.