Jeremiah 21:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે કોઈ આ શહેરમાં રહેશે તે તરવારથી, દુકાળથી તથા મરકીથી મૃત્યુ પામશે, પણ જે કોઈ તેમને ઘેરો ઘાલનાર ખાલદીઓને શરણે જશે તે જીવતો રહેશે. અને તેનો જીવ તે લૂંટ તરીકે ગણશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ નગરમાં રહેનારા યુદ્ધ, દુકાળ કે રોગચાળાથી માર્યા જશે; પરંતુ આ નગરને ઘેરો ઘાલી રહેલા બેબિલોનના લશ્કરને શરણે જનાર જાણે લૂંટ મળી હોય તેમ પોતાનો જીવ બચાવશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે આ નગરમાં રહે છે, તે તરવારથી, દુકાળથી તથા મરકીથી મરશે; પણ જે તમને ઘેરો નાખનારા ખાલદીઓને શરણે જશે, તે જીવતો રહેશે, ને તેનો જીવ તે લૂંટ તરીકે ગણશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે કોઇ આ શહેરમાં રહેશે તે યુદ્ધથી, દુકાળથી કે રોગથી મૃત્યુ પામશે, પણ જે કોઇ તમને ઘેરો ઘાલીને પડેલી બાબિલની સૈનાને શરણે જશે તે બચવા પામશે, કઇં નહિ તો યે તે જીવતો તો રહેશે જ.