Jeremiah 22:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે માણસ પોતાનું ઘર અન્યાયથી તથા પોતાની મેડીઓ અનીતિથી બાંધે છે; જે પોતાના પડોશી પાસે વેઠ કરાવે છે. અને તેની મજૂરી તેને આપતો નથી. તે માણસને અફસોસ!
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અન્યાયથી પોતાનું ઘર બાંધનાર, અને અપ્રામાણિક્તાથી મેળવેલા નાણાં વડે તેના પર માળ પર માળ લેનાર, તથા પોતાના જાતભાઈ પાસે મજૂરી કરાવી, તેને વેતન ન આપનારની કેવી દુર્દશા થશે!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“જે માણસ પોતાનું ઘર અન્યાયથી તથા પોતાની મેડીઓ અનીતિથી બાંધે છે, જે પોતાના પડોશીની પાસે વેઠ કરાવે છે, ને તેની મજૂરી તેને આપતો નતી, તે માણસને હાય હાય!
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“યહોયાકીમ રાજા તારી પર શરમ છે, કારણ કે તેં પ્રામાણિકતાથી અને અન્યાયથી લોકો પર દબાણ મુક્યું છે, કે તારી માટે તેઓ સખત કામ કરે અને જેની ઉપરની તરફ ઓરડા હોય તેવો મહેલ બનાવે. તેં જ તારા સાથી માણસોને તેમને તેમનો પગાર આપ્યા વગર કામ કરવા માટે દબાણ કર્યુ હતું.