Jeremiah 22:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે તુ સમૃદ્ધ થતો હતો ત્યારે હું તારી સાથે બોલ્યો, પણ તેં કહ્યું, "હું નહિ સાંભળું." તારી યુવાનીથી તારી રીતભાત એવી હતી કે તેં કદી મારું કહ્યું કર્યું નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારી આબાદીના સમયે હું તમને સંબોધતો, પણ તમે કહ્યું, “અમે સાંભળવાના નથી!” આખી જિંદગીપર્યંત તમે એમ જ વર્ત્યા છો, અને મારી વાણી પ્રત્યે ધ્યાન આપ્યું નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું તારી આબાદીના વખતમાં તને કહેતો; ત્યારે તું બોલતો કે, ‘હું સાંભળીશ નહિ’ તારી તરુણાવસ્થાથી તારી રીતભાત એવી હતી કે, તેં મારા કહ્યા પર લક્ષ આપ્યું નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જ્યારે તુ સમૃદ્ધ થતો હતો; ત્યારે મેં તારી સાથે વાત કરી હતી, પણ તેં કહ્યું, હું નહિ સાંભળુ. તારી યુવાનીથી માંડીને તું આ રીતે વર્તતી આવી છે, તેં કદી મારું કહ્યું કર્યું નથી.