Jeremiah 22:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ યહોવાહ ની જાહેરાત છે "જેમ હું જીવતો છું" "જો યહૂદિયાના રાજા, યહોયાકીમનો દીકરો કોનિયા મારા જમણા હાથ પરની મુદ્રિકા હોત, તોપણ મેં તેને ત્યાંથી દૂર કર્યો હોત.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહોયાકીમના પુત્ર યહૂદિયાના રાજા કોન્યાને પ્રભુએ પોતાના જીવના સમ ખાઈને કહ્યું કે, “તું મારા જમણા હાથ પરની મુદ્રિકા હોય, તો પણ હું તને ખેંચી કાઢીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવા પોતાના જીવના સમ ખાઈને કહે છે, “જો યહૂદિયાનો રાજા, એટલે યહોયાકીમનો પુત્ર કોનિયા, મારા જમણા હાથ પરની મુદ્રિકા હોત, તોપણ [હે કોનિયા,] હું ત્યાંથી તને ઉતારી મૂકત!
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જેમ સાચે જ હું જીવું છું, એવું યહોવા કહે છે, “જો યહૂદિયાના રાજા, યહોયાકીન રાજા યહોયાકીમના પુત્ર, જો તું મારા જમણા હાથ પરની વીંટી હોત, તો મેં તેને મારા હાથમાંથી દૂર કર્યો હોત.