Jeremiah 22:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહૂદિયાના રાજમહેલ વિષે યહોવાહ કહ્યું છે કે; 'તું મારે મન ગિલ્યાદ જેવો છે, લબાનોનનું શિર છે. તેમ છતાં હું તને વેરાન અને વસ્તીહીન નગરો જેવું બનાવી દઈશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહૂદિયાના રાજાના મહેલ વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે: “આ મહેલ મારે માટે ગિલ્યાદના વનપ્રદેશ જેવો અને લબાનોન પર્વતના શિખર જેવો ચડિયાતો છે. પણ હું શપથપૂર્વક કહું છું કે હું તેને વેરાન કરી દઈશ અને કોઈ તેમાં વસશે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે યહૂદિયાના રાજાના મહેલ વિષે યહોવા કહે છે કે, તું મારે મન ગિલ્યાદ છે, તું લબાનોનનું શિર છે; તોપણ ખચીત હું તને વગડા તથા વસતિહીન નગરો સરખું કરીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહૂદિયાના રાજમહેલ વિષે યહોવાએ કહ્યું છે કે, “તું મારે મન ગિલયાદ જેવો, લબાનોન પર્વતના શિખર જેવો છે. તેમ છતાં હું સમ ખાઉ છું, તને વેરાન અને વસ્તીહિન સ્થળ જેવું બનાવી દઇશ.