Jeremiah 23:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી પ્રબોધકો વિષે સૈન્યોના યહોવાહ કહે છે કે; "જુઓ, હું તેઓને કડવી વેલ ખવડાવીશ અને ઝેર પાઈશ, કેમ કે યરુશાલેમના પ્રબોધકોથી આખા દેશમાં દુષ્ટતા ફેલાઈ રહી છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી હું સેનાધિપતિ પ્રભુ તે સંદેશવાહકો વિષે આ પ્રમાણે કહું છું: હું તેમને કીરમાણીના કડવા છોડ ખવડાવીશ અને તેમને ઝેર પીવડાવીશ. કારણ, યરુશાલેમના સંદેશવાહકો દ્વારા જ આખા દેશમાં ભ્રષ્ટાચાર ફેલાયો છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે માટે પ્રબોધકો વિષે સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જુઓ, હું તેઓને નાગદમણ ખવડાવીશ, ને તેઓને ઝેર પાઈશ; કેમ કે યરુશાલેમના પ્રબોધકોથી આખા દેશમાં અધર્મ ફેલાઈ ગયો છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હું તેઓને કડવી વેલ ખવડાવીશ અને ઝેર પાઇશ કારણ કે તેઓને લીધે આ દેશ દુષ્ટતાથી ભરાઇ ગયો છે.”