Jeremiah 23:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ જો મારા મંત્રીમંડળમાં ઉપસ્થિત રહ્યા હોત તો મારા લોકોને મારાં વચનો સંભળાવ્યાં હોત; તેઓને તેઓના ખોટા માર્ગેથી અને કરણીઓની દુષ્ટતાથી પાછા વાળ્યા હોત.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ જો તેઓ મારા રાજદરબારમાં ઉપસ્થિત હોત તો તેમણે મારા લોકને મારો સંદેશ પ્રગટ કર્યો હોત અને લોકોને તેમનાં દુષ્ટ આચરણથી અને દુષ્ટ કાર્યોથી પાછા વાળ્યા હોત.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ મારા મંત્રીમંડળમાં ઊભા હોત તો તેઓ મારા લોકોને મારાં વચનો સંભળાવત, ને તેઓને તેઓના કુમાર્ગથી તથા તેઓની કરણીઓની દુષ્ટતાથી પાછા વાળત.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ જો મારી મંત્રણામાં ઉપસ્થિત રહ્યા હોત તો મારા લોકોને મારી વાણી સંભળાવી હોત અને તેમને ખોટે માર્ગેથી અને ખોટાં કાર્યોથી પાછા વાળ્યા હોત.”