Jeremiah 24:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એક ટોપલીમાં તાજાં અને હમણાં જ પાકેલાં અંજીરના જેવાં બહુ સારાં અંજીર હતાં. પરંતુ બીજી ટોપલીમાં બગડી ગયેલાં અને ખાવાને લાયક નહિ એવાં અંજીર હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પહેલી ટોપલીમાં પહેલા ફાલનાં પાકેલાં સારાં અંજીર હતાં; પણ બીજી ટોપલીમાં અતિશય ખરાબ એટલે ખવાય પણ નહિ એવાં બગડી ગયેલાં અંજીર હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એક ટોપલીમાં સહુથી પહેલાં પાકેલાં અંજીરના જેવાં બહુ સારાં અંજીર હતાં; અને બીજી ટોપલીમાં બહુ બગડી ગયેલાં અંજીર હતાં, તે ખવાય નહિ એટલે સુધી બગડી ગયેલાં હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યરૂશાલેમમાં મંદિરની સામે અંજીરની ભરેલી બે ટોપલીઓ મેં જોઇ, એક ટોપલીમાં તાજાં અને હમણાંજ પાકેલા અંજીર હતા. પરંતુ બીજી ટોપલીમાં બગડી ગયેલા અને ખાવાને લાયક નહિ એવાં અંજીર હતાં.