Jeremiah 25:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને સિત્તેર વર્ષ પૂરાં થાય કે તરત જ હું બાબિલના રાજા તથા તેના લોકોને ખાલદીઓના દેશને તેનાં પાપોને લીધે શિક્ષા કરીશ" એમ યહોવાહ કહે છે. "તેમની ભૂમિ હંમેશને માટે ઉજ્જડ થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ સિત્તેર વર્ષ પૂરાં થયાં પછી હું બેબિલોનના રાજાની અને તેની પ્રજાને તેમના ગુનાને માટે સજા કરીશ. હું એ ખાલદીઓના દેશને સદાને માટે વેરાન કરી નાખીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સિત્તેર વર્ષ પૂરાં થયા પછી હુમ બાબિલના રાજાને, તેની પ્રજાને, તથા ખાલદીઓના દેશને, તેઓના અન્યાયને લીધે જોઈ લઈશ, એવું યહોવા કહે છે; તે [દેશ] સદાકાળ ઉજ્જડ રહેશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“અને જેટલા જલ્દી 70 વર્ષ પૂરાં થાય કે તરત જ હું બાબિલના રાજા તથા તેના લોકોને તેનાં પાપોને લીધે શિક્ષા કરીશ; તેમની ભૂમિને હું હંમેશને માટે ઉજ્જડ કરીશ.