Jeremiah 25:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહે મને કહ્યું કે, "હવે તારે તેઓને કહેવું કે, સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; "પીઓ અને મસ્ત થઈને ઓકો, જે તરવાર હું તમારા પર મોકલીશ તેને લીધે પીઓ અને પાછા ઊઠો નહિ."'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી પ્રભુએ મને કહ્યું, “તું તેમને આમ કહે: ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: હું તમારા પર યુદ્ધ મોકલું છું; તેથી તમે ચકચૂર બનો ત્યાં સુધી પીઓ, અને પછી વમન કરો! પછી એવા પડો કે ફરીથી ઊભા ન થઈ શકો!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“તું તેઓને કહેજે કે, સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જે તરવાર હું તમારા પર મોકલીશ તેને લીધે તે પીઓ, મસ્ત થઈને ઓકો, ને પડી જઈજે ફરીથી ન ઊઠો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પછી તું તેઓને કહેજે કે, સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ કહે છે કે, ‘પીધા જ કરો મદમસ્ત થઇને ઊલટી કરો અને એવા પડી જાઓ કે ફરીથી ઊઠી ન શકો. કારણ કે હું તમારા પર ભયાવહ યુદ્ધો મોકલી રહ્યો છું.’