Jeremiah 26:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ સાંભળીને યહૂદિયાના ઉચ્ચ અધિકારીઓ રાજમહેલમાંથી મંદિરમાં પહોંચી ગયા અને યહોવાહના ભક્તિસ્થાનના નવા પ્રવેશદ્વાર આગળ બેસી ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરંતુ યહૂદિયાના અધિકારીઓ આ બનાવ વિષે સાંભળીને રાજમહેલમાંથી મંદિરમાં ઉતાવળે આવ્યા અને મંદિરના નવા દરવાજાના પ્રાંગણમાં બિરાજ્યા. ત્યારે યજ્ઞકારોએ અને સંદેશવાહકોએ અધિકારીઓ અને લોકોને કહ્યું, “આ માણસને દેહાંતદંડની સજા થવી જોઈએ! કારણ, આ માણસે આપણાં નગરની વિરુદ્ધ સંદેશ પ્રગટ કર્યો છે અને તે તમે બધાએ તમારા કાને સાંભળ્યો છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે યહૂદિયાના સર્વ સરદારોએ આ વાત સાંભળી ત્યારે તેઓ રાજાના મહેલમાંથી યહોવાના મંદિરમાં ચઢી આવ્યા; અને તેઓ યહોવાના મંદિરના નવા દરવાજાને નાકે બેઠા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ સાંભળીને યહૂદિયાના ઉચ્ચ અધિકારીઓ રાજમહેલમાંથી મંદિરમાં પહોંચી ગયા અને યહોવાના મંદિરના નવા પ્રવેશદ્વાર આગળ ગોઠવાઇ ગયા.