Jeremiah 26:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ જ્યારે યહોયાકીમ રાજાએ તથા તેના બધા અમલદારો અને અંગરક્ષકોએ તે વચનો સાંભળ્યાં ત્યારે રાજાએ તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, પણ જ્યારે ઉરિયાને તેની ખબર પડી ત્યારે ભયભીત થઈ મિસર નાસી ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે યહોયાકીમ રાજા, તેના સર્વ સૈનિકો અને અધિકારીઓએ ઉરિયાનો સંદેશ સાંભળ્યો ત્યારે રાજાએ તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. તેથી ઉરિયા બીકનો માર્યો ગભરાઈને ઇજિપ્ત નાસી ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે યહોયાકીમ રાજાએ તથા તેના સર્વ શૂરવીરોએ તથા સર્વ સરદારોએ તેનાં વચનો સાંભળ્યાં, ત્યારે રાજાએ તેને મારી નાખવાનો વિચાર કર્યો; પણ ઉરિયા તે સાંભળીને બીધો ને મિસરમાં નાસી ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજા યહોયાકીમે પોતાના બધા અમલદારો અને અંગરક્ષકો સહિત તેણે જે કહ્યું તે સાંભળ્યું હતું. અને તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો જ્યારે ઊરિયાને એની ખબર પડી ત્યારે ભયભીત થઇ મિસર ભાગી ગયો.