Jeremiah 26:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ ઉરિયાને મિસરમાંથી પકડીને યહોયાકીમ રાજાની હજૂરમાં લઈ આવ્યા અને તેણે તેને મારી નંખાવ્યો અને તેના મૃતદેહને હલકા કહેવાતા લોકોના કબ્રસ્તાનમાં નાખી દીધો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ ઉરિયાને ઇજિપ્તમાંથી પકડીને યહોયાકીમ રાજા પાસે પાછો લાવ્યા. રાજાએ તેનો તલવારથી વધ કરાવીને તેનું શબ જાહેર કબ્રસ્તાનમાં ફેંકાવી દીધું.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ ઉરિયાને મિસરમાંથી પકડીને યહોયાકીમ રાજાની પાસે લાવ્યા. અને તેણે તેને તરવારથી મારી નાખ્યો, ને તેનું મુડદું હલકા લોકોના કબર [સ્થાન] માં નાખી દીધું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ તેને બંદીવાન બનાવીને યહોયાકીમ રાજાની હજૂરમાં લઇ આવ્યા, ત્યારે રાજાએ તેનો તરવારથી વધ કરાવ્યો, અને તેના મૃતદેહને હલકા લોકોના કબ્રસ્તાનમાં દાટયો.