Jeremiah 27:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે તમને તમારા વતનમાંથી દૂર કરવા માટે હું તમને તમારી ભૂમિમાથી હાંકી કાઢું અને તમે નાશ પામો તે માટે તેઓ તમને ખોટું ભવિષ્ય કહે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, તમને તમારા વતનથી દૂર લઈ જવામાં આવે, અને હું તમને હાંકી કાઢી તમારો નાશ કરું તે માટે તેઓ તમને ખોટું ભવિષ્ય કહે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે તમને તમારા વતનથી દૂર કરવા માટે, ને હું તમને ખદેડી મૂકું ને તમે નષ્ટ થાઓ, તે માટે તેઓ તમને ખોટું ભવિષ્ય કહે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કેમકે તેઓએ તમને જૂંઠુ કહ્યું છે, જો તમે તેમની સલાહ માનશો અને બાબિલના રાજાના શરણે નહિ જાવ તો તમને તમારી ભૂમિમાથી હાંકી કાઢવામાં આવશે. હા, હું તમારો પીછો પકડીશ. અને તમે નાશ પામશો.