Jeremiah 27:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ જો કોઈ પ્રજા બાબિલના રાજાની ઝૂંસરી ગરદન પર મૂકશે અને તેના દાસ થશે, તો હું તેને પોતાની ભૂમિમાં રહેવા દઈશ.' તેઓ ત્યાં ખેતી કરશે અને વસશે. એમ યહોવાહ કહે છે.''
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ જે દેશ બેબિલોનના રાજાની ઝૂંસરી પોતાની ગરદન પર મૂકવા દેશે અને તેને આધીન થશે તેને હું તેના વતનમાં રહેવા દઈશ. દેશના એવા લોકો ખેતી કરશે અને ત્યાં વસવાટ કરશે. હું પ્રભુ આ બોલું છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ જે પ્રજા બાબિલના રાજાની ઝૂંસરી પોતાની ગરદન પર મૂકશે, ને તેના દાસ થશે, તેને હું તેના વતનમાં રહેવા દઈશ. તે તેને ખેડશે, ને તેમાં વસશે, ” એવું યહોવા કહે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“‘પણ જો કોઇ પ્રજા બાબિલના રાજાની ઝૂંસરી આગળ ગરદન ઝુકાવી દેશે, તો હું તેને પોતાની ભૂમિમાં સુખથી રહેવા દઇશ. તેઓ ત્યાં ખેતી કરશે અને વસસે.’” આ યહોવાના વચન છે.