Jeremiah 27:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે યહોવાહ કહે છે કે, મેં તેમને મોકલ્યા નથી." "તોપણ તેઓ મારા નામે તમને જૂઠું ભવિષ્ય કહે છે જેથી હું તમને આ દેશમાંથી નસાડી મૂકું અને જે પ્રબોધકો ખોટું ભવિષ્ય કહે છે તે પ્રબોધકો સાથે તમે નાશ પામો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, પ્રભુ પોતે તેમના વિષે કહે છે કે, ‘મેં તેમને મોકલ્યા નથી છતાં તેઓ મારે નામે જૂઠો સંદેશ પ્રગટ કરે છે કે જેથી હું તમને હાંકી કાઢું અને તમે તથા તમને સંદેશ પ્રગટ કરનાર સંદેશવાહકો નાશ પામો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે યહોવા કહે છે, મેં તેઓને મોકલ્યા નથી, તોપણ તેઓ મારે નામે જૂઠું ભવિષ્ય કહે છે; કે જેથી હું તમને હાંકી કાઢું, ને જે પ્રબોધકો તમને પ્રબોધ કરે છે તેઓ તથા તમે નષ્ટ થાઓ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં તેમને મોકલ્યા નહોતા. તેઓ મારા નામે તમને જૂઠાણા કહે છે. જો તમે તેઓનું સાંભળ્યા કરશો તો હું તમને આ દેશમાંથી હાંકી કાઢીશ, અને તમે આ ખોટું ભવિષ્ય ભાખનારા પ્રબોધકો સાથે નાશ પામશો.’”