Jeremiah 27:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી મેં યાજકો અને બધા લોકોને કહ્યું કે, યહોવાહ આ પ્રમાણે કહે છે કે; જે પ્રબોધકો તમને એમ કહે છે કે, 'જુઓ, યહોવાહના ભક્તિસ્થાનનાં પાત્રો થોડા જ વખતમાં બાબિલમાંથી જલદી પાછા લાવવામાં આવશે તેમની વાત તમે સાંભળશો નહિ. તેઓ તમને જૂઠું ભવિષ્ય કહે છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી મેં યજ્ઞકારો અને બધા લોકોને કહ્યું કે પ્રભુ આ પ્રમાણે કહે છે, “બેબિલોનમાંથી પ્રભુના મંદિરનાં પાત્રો ટૂંક સમયમાં પાછાં લાવવામાં આવશે એવું કહેનાર સંદેશવાહકોનો સંદેશ તમે સાંભળશો નહિ; તેઓ જૂઠું ભવિષ્ય કહે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી યાજકો તથા આ સર્વ લોકોની આગળ હું બોલ્યો, “યહોવા એવું કહે છે કે, જે તમારા પ્રબોધકો તમને એવું ભવિષ્ય કહે છે કે, ‘જુઓ, યહોવાના મંદિરનાં પાત્રો બાબિલમાંથી જલદી પાછાં લાવવામાં આવશે, ’ તેઓનાં વચન તમે સાંભળશો નહિ. કેમ કે તેઓ તમને ખોટું ભવિષ્ય કહે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ મેં યાજકોને અને બધા લોકોને આ પ્રમાણે કહ્યું, “આ યહોવાના વચન છે: જે પ્રબોધકો તમને એમ કહે છે કે, ‘જુઓ, યહોવાના મંદિરની સાધનસામગ્રી થોડા જ વખતમાં બાબિલમાંથી પાછી લાવવામાં આવશે તેમની વાત સાંભળશો નહિ.’ તેઓ તમને જૂઠું કહે છે;