Jeremiah 27:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી સૈન્યોના યહોવાહ આ વિષે કહે છે કે, સ્થંભ, સમુદ્ર, પાયા તથા પાત્રો તે લઈ ગયો નહિ, પણ આ નગરમાં હજી રહેલાં છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે યહૂદિયા અને યરુશાલેમના બધા અગ્રગણ્ય નાગરિકોને યરુશાલેમમાંથી બેબિલોન દેશનિકાલ કર્યો ત્યારે તેણે મંદિરના સ્તંભો, તાંબાના જલકુંડ, બેઠકો તથા મંદિરના અમુક પાત્રો નગરમાં રહેવા દીધાં છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે જે વખતે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના રાજા યહોયાકીમના પુત્ર યહોન્યાને તથા યહૂદિયાના તેમજ યરુશાલેમના સર્વ કુલીન લોકોને યરુશાલેમમાંથી બાબિલના બંદીવાસમાં લઈ ગયો,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના રાજા યહોયાકીમના પુત્ર યકોન્યાને તથા યહૂદિયાના તેમ જ યરૂશાલેમના સર્વ કુલીન લોકોને યરૂશાલેમમાંથી બાબિલમાં બંદીવાસમાં લઇ ગયો.