Jeremiah 27:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
'તેઓને બાબિલમાં લઈ જવામાં આવશે અને હું જ્યાં સુધી તેઓ પર ધ્યાન નહિ આપું ત્યાં સુધી તેઓ ત્યાં જ રહેશે.' એમ યહોવાહ કહે છે. 'પછી હું તેઓને લાવીને આ સ્થળે મૂકીશ."'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તે પાત્રોને બેબિલોન લઈ જવામાં આવશે. તેમને હું ફરી સંભારું નહિ ત્યાં સુધી તે ત્યાં જ રહેશે. પછી હું તેમને પાછાં લાવીને આ સ્થળે મૂકીશ. હું પ્રભુ આ બોલું છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
‘તેઓ બાબિલમાં લઈ જવામાં આવશે, ને હું તેઓને જોઈ લઉં ત્યાં સુધી તેઓ ત્યાં જ રહેશે, એવું યહોવા કહે છે, પછી હું તેઓને પાછાં લાવીને આ સ્થળે મૂકીશ.’”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે સર્વ ખજાનો બાબિલ લઇ જવામાં આવશે અને હું જ્યાં સુધી તેઓ પર ધ્યાન નહિ આપું ત્યાં સુધી તેઓ ત્યાં જ રહેશે. ત્યાર પછી હું તે સર્વ ખજાનાને ફરીથી યરૂશાલેમ લાવીશ.”