Jeremiah 27:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી હવે, તમારા સર્વ દેશો મેં બાબિલના રાજા, મારા સેવક, નબૂખાદનેસ્સારને સોંપ્યા છે. વળી, જંગલનાં પશુઓ પણ તેની સેવા કરવા મેં આપ્યાં છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને હવે મેં આ બધા દેશોને મારા સેવક, બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દીધા છે; અરે, હિંસક પશુઓને પણ તેની સેવા કરવા મેં તેને સોંપી દીધાં છે!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે મેં આ બધા દેશો મારા દાસ બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં આપ્યાં છે; અને તેની સેવા કરવા માટે વગડામાંના પશુઓ પણ મેં તેને આપ્યાં છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી હવે તમારા સર્વ દેશો મેં બાબિલના રાજા, મારા સેવક, નબૂખાદનેસ્સારને સોંપ્યા છે. વળી જંગલી પશુઓ પણ તેની સેવા કરે તેવું મેં ઠરાવ્યું છે.