Jeremiah 28:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી તે જ વર્ષે યહૂદિયાના રાજા સિદકિયાના શાસનની શરૂઆતમાં ચોથા વર્ષના પાંચમા મહિનામાં ગિબયોનના વતની આઝ્ઝુરના દીકરા હનાન્યા પ્રબોધકે યહોવાહના ઘરમાં યાજકો અને બધા લોકોની હાજરીમાં કહ્યું કે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે જ વર્ષે એટલે યહૂદિયાના રાજા સિદકિયાના રાજ્યકાળના ચોથા વર્ષના પાંચમા મહિનામાં ગિબ્યોન નગરના વતની તથા આઝ્ઝરના પુત્ર હનાન્યા નામે સંદેશવાહકે પ્રભુના મંદિરમાં યજ્ઞકારો અને બધા લોકોના સાંભળતા યર્મિયાને આ પ્રમાણે કહ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તે જ વર્ષમાં યહૂદિયાના રાજા સિદકિયાની કારકિર્દીના આરંભમાં, એટલે ચોથા વર્ષના પાંચમા મહિનામાં, ગિબ્યોનમાંના આઝઝુરના પુત્ર હનાન્યા પ્રબોધકે યહોવાના મંદિરમાં યાજકોની તથા સર્વ લોકોની સમક્ષ મને કહ્યું,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે જ વર્ષે યહૂદિયાના રાજા સિદકિયાના શાસનની શરૂઆતમાં ચોથા વર્ષનાં પાંચમા મહિનામાં ગિબયોનના વતની આઝઝુરના પુત્ર પ્રબોધક હનાન્યાએ યહોવાના મંદિરમાં, યાજકો અને બધા લોકોની હાજરીમાં કહ્યું,