Jeremiah 29:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સૈન્યોના યહોવાહ કહે છે કે; 'જુઓ, હું તેઓ પર તરવાર, દુકાળ અને મરકી મોકલીશ. હું તેઓને ખાઈ ન શકાય એવાં સડેલાં અંજીર જેવા બનાવી દઈશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સેનાધિપતિ પ્રભુ કહે છે કે, “હું એ લોકો પર યુદ્ધ, દુકાળ અને રોગચાળો મોકલીશ અને હું તેમને ખાઈ ન શકાય તેવા સડેલા અને નકામાં અંજીર જેવા કરીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જુઓ, હું તેઓ પર તરવાર, દુકાળ તથા મરકી મોકલીશ, ને હું તેઓને ખવાય નહિ એટલે સુધી બગડી ગયેલાં તથા સડી ગયેલાં અંજીરોના જેવા કરી નાખીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સૈન્યોનો દેવ યહોવા કહે છે, “એ લોકોને હું યુદ્ધ, દુકાળ અને રોગચાળાનો ભોગ બનાવીશ; હું એમને ખાઇ ન શકાય એવાં સડેલાં અંજીર જેવા બનાવી દઇશ.