Jeremiah 29:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તેઓ પરથી સિદકિયા અને આહાબને બાબિલના રાજાએ જીવતા બાળી મૂક્યા, 'તેઓના જેવા યહોવાહ તારા હાલ કરો,' એવો શાપ યહૂદિયાના જે બંદીવાનો બાબીલમાં છે તેઓ સર્વ આપશે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યરુશાલેમથી બેબિલોન દેશનિકાલ કરાયેલા બધા લોકો એમને જે બનશે તેનો શાપ માટે ઉપયોગ કરશે અને કહેશે, ‘બેબિલોનના રાજાએ જેમને જીવતા અગ્નિમાં ભૂંજી નાખ્યા તે સિદકિયા અને આહાબના જેવી પ્રભુ તમારી દશા કરો.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓ પરથી ‘સિદકિયા તથા આહાબને બાબિલના રાજાઓએ અગ્નિ પર ભૂંજ્યા તેઓના જેવા યહોવા તારા હાલ કરો, ’ એવો શાપ યહૂદિયાના જે બંદીવાનો બાબિલમાં છે તેઓ સર્વ આપશે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહૂદિયાથી બાબિલ દેશવટે ગયેલા બધા માણસો કોઇ શાપ આપવા માગતા હશે ત્યારે એમ કહીને આપશે કે, ‘યહોવા તારા હાલ સિદકિયા અને આહાબ જેવા કરો, જેમને બાબિલના રાજાએ જીવતા બાળી મૂક્યા હતા.’