Jeremiah 3:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ખાલી પર્વતો પર સાદ સાંભળવામાં આવ્યો છે. એટલે ઇઝરાયલી લોકોનું રુદન તથા તેઓની વિનંતીઓ સાંભળવામાં આવી છે. કેમ કે તેઓ અવળે માર્ગે ચાલ્યા છે અને તેમના ઈશ્વર યહોવાહને વીસરી ગયા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(ટેકરીઓની ટોચે અવાજ સંભળાય છે. ઇઝરાયલના લોકો રુદનસહિત આજીજી કરે છે. કારણ, તેમણે ભ્રષ્ટ આચરણ કર્યું છે અને પોતાના ઈશ્વર પ્રભુને વીસરી ગયા છે.)
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“બોડી ટેકરીઓ પર સાદ સાંભળવામાં આવ્યો છે, એટલે ઇઝરાયલના પુત્રોનું રુદન તથા [તેઓની] વિનંતીઓ [સાંભળવામાં આવી છે]; કેમ કે તેઓ અવળા માર્ગે ચાલ્યા છે, તેમના ઈશ્વર યહોવાને તેઓ વીસરી ગયા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હું ઊંચા પર્વતો પર રૂંદન અને દયા યાચનાનો અવાજ સાંભળું છું. યહોવા દેવથી દૂર ભટકી ગયેલા ઇસ્રાએલી લોકોનો તે અવાજ છે.”