Jeremiah 30:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારા પક્ષમાં બોલવાવાળું અહીં કોઈ નથી; તમારા ઘાને સાજો કરવાનો કોઈ ઈલાજ નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારો પક્ષ લેનાર કોઈ નથી, તમારા ઘા માટે કોઈ અક્સીર દવા નથી, એને રુઝ આવવાની કોઈ આશા નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કોઈ તારો પક્ષ કરીને બોલતો નથી. તારી પાસે અકસીર મલમ નથી કે, જે લગાડીને પાટો બાંધવામાં આવે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમારુ અહીંયા કોઇ નથી જે તમારા બાબતે ન્યાય કરી શકે, તમારા ઘા ની કોઇ દવા નથી. તેથી તમે સ્વસ્થ નહિ થઇ શકો.