Jeremiah 30:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહ કહે છે; "જુઓ, યાકૂબના વંશજોને બંદીવાસમાંથી મુકત કરાશે અને તેઓના ઘરો પર હું દયા કરીશ. અને નગરને પોતાની ટેકરી પર ફરી બાંધવામાં આવશે તથા રાજમહેલમાં રજવાડાની રીત મુજબ લોકો વસશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ કહે છે, “હું યાકોબના વંશજોના તંબૂઓને પુન: ઊભા કરીશ, અને તેમના દરેક ઘરકુટુંબ પર દયા દર્શાવીશ. યરુશાલેમ તેના જૂના ટીંબા પર ફરીથી બંધાશે, અને તેના રાજમહેલને તેના મૂળ સ્થાને પુન: સ્થાપિત કરવામાં આવશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવા કહે છે, “જુઓ, હું યાકૂબના તંબુઓનો બંદીવાસ ફેરવી નાખીશ, ને તેનાં ઘરો પર દયા કરીશ. અને નગર પોતાની ટેકરી પર બંધાશે, ને રાજમહેલ [માં રજવાડા] ની રીત પ્રમાણે લોકો વસશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા કહે છે, “જ્યારે યાકૂબના વંશજોને બંદીવાસમાંથી મુકત કરાશે અને તેમની ભૂમિ તેમને પાછી અપાશે અને પ્રત્યેક કુટુંબ પર કરૂણા દર્શાવાશે; યરૂશાલેમને પોતાના ખંઢેર પર ફરી બાંધવામાં આવશે અને કિલ્લાને તેના યોગ્ય સ્થાને ઊભો કરવામાં આવશે.