Jeremiah 30:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓના લોકો પાછા પહેલાંના જેવા થશે; તેઓની સભા મારી નજર સમક્ષ સ્થાપિત થશે, અને જેઓ તેમનો ઉપદ્રવ કરે છે તેમને હું સજા કરીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમનાં સંતાનો પ્રાચીન સમયના જેવા શક્તિશાળી થશે, તેમનો સમાજ મારી સમક્ષ પુન: સ્થાપિત થશે; અને તેમના પર જુલમ કરનારાઓને હું સજા કરીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓના પુત્રો પણ અગાઉના જેવા થશે, ને મારી સમક્ષ તેઓની સભા સ્થાપિત થશે, ને જેઓ તેઓને ઉપદ્રવ કરે છે તે સર્વને હું જોઈ લઈશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમનો સમાજ પાછો પહેલાના જેવો થશે; તે મારી નજર સમક્ષ વ્યવસ્થિત થશે, અને એમના બધા અન્યાયીઓને હું સજા કરીશ.