Jeremiah 30:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સૈન્યોના યહોવાહ કહે છે કે; 'તે દિવસે હું તેઓની ગરદન ઉપરની ઝૂંસરી ભાંગી નાખીશ. અને તેઓનાં બંધન તોડી નાખીશ. વિદેશીઓ ફરી કદી એમની પાસે સેવા નહિ કરાવે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“હું સેનાધિપતિ પ્રભુ પોતે કહું છું કે તે દિવસે હું તેમની ગરદન પરથી તેની ઝૂંસરી તોડી નાખીશ અને તેમનાં બંધનો છોડી નાખીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “તે દિવસે હું તેની ઝૂંસરી તારી ગરદન પરથી ભાંગી નાખીશ, ને તારાં બંધનો તોડી નાખીશ. પરદેશીઓ ફરી તેની પાસે સેવા કરાવશે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તે દિવસે હું તેમની ડોક ઉપરની ઝૂંસરી ભાંગી નાખીશ, અને તેમના બંધન તોડી નાખીશ. વિદેશીઓ ફરી કદી એમને ગુલામ નહિ બનાવે,