Jeremiah 31:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મને જ્યારે સમજાયુ કે મેં શું કર્યું છે, ત્યારે મેં મારી જાંઘ પર થબડાકો મારી; હું લજ્જિત અને અપમાનિત થયો છું, કેમ કે, જ્યારે હું જુવાન હતો ત્યારે મેં બદનામીવાળા કામો કર્યાં હતાં.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અમે તમારો ત્યાગ કર્યો હતો, પણ હવે અમે પસ્તાવો કરીને તમારી પાસે પાછા આવ્યા છીએ. અમને સમજણ આવ્યા પછી ખૂબ શરમ લાગી, અમારી યુવાન વયના અપરાધોને લીધે હવે અમને શરમ લાગે છે અને લજ્જા આવે છે.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ખરેખર મારા ફેરવાયા પછી મેં પશ્ચાત્તાપ કર્યો, અને બોધ પામ્યા પછી મેં જાંઘ પર થબડાકો મારી; મેં મારી તુણાવસ્થાનાં [પાપને લીધે] અપમાન સહ્યું, તેથી હું લજ્જિત તથા વ્યાકુળ થયો.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મને જ્યારે સમજાયુ કે મેં શું કર્યું છે, ત્યારે મેં મારી જાંઘપર થબડાકો મારી; હું લજ્જિત અને અપમાનિત થયો છું, કારણ કે, જ્યારે હું જુવાન હતો ત્યારે મેં બંદનામીવાળા કામો કર્યા હતા.’”