Jeremiah 31:37 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહ આ પ્રમાણે કહે છે કે; ''જો ઉપરનું આકાશ માપી શકાય, અને નીચે પૃથ્વીના પાયાને શોધી શકાય, તો ઇઝરાયલના સંતાનોએ જે જે કર્યું છે, તે સર્વને માટે હું પણ તે સંતાનોનો ત્યાગ કરીશ.'' એવું યહોવાહ કહે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, પ્રભુ આ પ્રમાણે કહે છે: “જો કાઈ ઉપરનાં આકાશ માપી શકે અને પૃથ્વીની નીચેના પાયાઓ શોધી શકે તો જ હું ઇઝરાયલના વંશજોનો તેમનાં કાર્યોને લીધે ત્યાગ કરી શકું! હું પ્રભુ પોતે આ બોલું છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી યહોવા કહે છે, “જો ઉપરના આકાશને માપી શકાય, તથા નીચેના પૃથ્વીના પાયાની શોધ કરી શકાય, તો જ જે જે ઇઝરાયલનાં સંતાનોએ કર્યું છે તે સર્વને માટે હું પણ તે [સંતાનો] નો ત્યાગ કરીશ, ” એવું યહોવા કહે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જો ઉપરનું આકાશ માપી શકાય અને નીચેની ધરતીના તળીયાનો તાગ માપી શકાય, તો જ હું ઇસ્રાએલની સમગ્ર પ્રજાનો તેમણે જે કઇં કર્યું છે તે માટે તિરસ્કાર કરી શકું.” આ યહોવાના વચન છે.