Jeremiah 31:38 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"જુઓ, યહોવાહ કહે છે, એવો સમય આવી રહ્યો છે કે તે સમયમાં આ નગર હનામેલના બુરજથી તે ખૂણાના દરવાજા સુધી ફરી બાંધવામાં આવશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, પ્રભુ કહે છે: “એવો સમય આવશે જ્યારે પ્રભુના નગર યરુશાલેમનો કોટ હનામએલના મિનારાથી પશ્ર્વિમે ખૂણાના દરવાજા સુધી ફરીથી બાંધવામાં આવશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી યહોવા કહે છે, “જુઓ, એવો સમય આવે છે કે જે સમયમાં આ નગર હનામેલના બુરજથી તે ખૂણાની ભાગળ સુધી યહોવાને માટે બાંધવામાં આવશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા કહે છે, “સમય આવી રહ્યો છે કે જ્યારે યરૂશાલેમ મારા નગર તરીકે હનામએલના બુરજથી તે ખૂણાના દરવાજા સુધી ફરી બાંધવામાં આવશે.